Linked Node

Content

રેકોર્ડિંગ અને મોનીટરીંગ પાલન

સારવાર પાલન નીચે મુજબ કરી શકાય છે

દર્દીના ટીબી સારવાર કાર્ડમાં સારવાર સહાયક (ડોટ પ્રોવાઈડર) દ્વારા જાતે.
99 DOTS અને M E R M જેવી ટેક્નીકોનો ઉપયોગ કરીને સારવાર પાલનની જાણ કરવા માટે ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરીને દર્દી દ્વારા જ સ્વ-રીપોર્ટીંગ કરવામાં આવે છે.
સારવાર પાલનનુ મોનીટરીંગ :

ટીબીની સારવાર પ્રત્યેના દર્દીના પાલનનુ મૂલ્યાંકન કરવા માટે તમામ ટીબીના દર્દીઓનું નિરીક્ષણ કરવું જોઈએ. નિક્ષય પાલન કેલેન્ડરમાં દર્દી દ્વારા લેવામાં આવેલા વિવિધ ડોઝ માટે કલર લેજેન્ડ છે જેમા સારવાર પાલનનુ મોનીટરીંગ કરી શકાય છે. 

 

કલર 

ડોઝ

વર્ણન

 

સારવાર શરૂ/અંત

સારવારની શરૂઆત અને સમાપ્તિની તારીખ સૂચવે છે

 

ડિજિટલી રિપોર્ટેડ ડોઝ

સૂચવે છે કે દર્દીએ એનવેલોપ પર પ્રદર્શિત ટોલ ફ્રી નંબર પર સફળતાપૂર્વક મીસ્ડ કૉલ કર્યો છે

 

મેન્યુઅલી રિપોર્ટ કરેલ ડોઝ

સૂચવે છે કે સ્ટાફે દિવસ માટે મેન્યુઅલી કન્ફર્મ ડોઝ ચિહ્નિત કર્યો છે

 

અનરિપોર્ટેડ ડોઝ

દર્શાવે છે કે તે દિવસ માટે નિક્ષય પર કોઈ મીસ્ડકોલ કરેલ નથી 

 

મેન્યુઅલી રિપોર્ટ કરેલ મિસડ ડોઝ
સૂચવે છે કે સ્ટાફે દિવસ માટે મેન્યુઅલી પુષ્ટિ કરેલ ચૂકી ગયેલ ડોઝને ચિહ્નિત કર્યો છે

 

ડિજીટલ રિપોર્ટ કરેલ (શેર કરેલ ફોન નંબર પરથી)

 

સૂચવે છે કે દર્દી શેર કરેલ નંબર પરથી કૉલ કરી રહ્યો છે (એક મોબાઇલ નંબર જે એક કરતાં વધુ દર્દી માટે લીંક કરેલ  છે)

Page Tags

Content Creator

Reviewer