Linked Node

  • Burden of TB in India

    Learning Objectives

    The learner will be able to
    - Recall the TB incidence, prevalence, and death rate in India and 
    - Discuss the burden of TB in India in terms of missing TB
     

Content

ભારતમાં ટીબીનો બોજ

ભારતમાં ટીબી / ક્ષય રોગનું પ્રમાણ 

  • વિશ્વના ચોથા ભાગના દર્દીઓ ભારત દેશમાં છે 
  • ભારતમાં લગભગ ૪૦ ટકા વસ્તી ક્ષયના માઇક્રોબેક્ટેરિયાં ટ્યુબરક્યુલોસીસ નામના જંતુના ચેપ થી પીડિત છે 
  • ભારત દેશમાં દર વર્ષે અંદાજીત 26 લાખ નવા ટીબીના દર્દીઓ નોંધાય છે
  • ભારત દેશમાં દર વર્ષે અંદાજીત 1.30  લાખ દર્દીઓને ગંભીર પ્રકારનો (ડ્રગ રેસીસ્ટંટ) ટીબી થાય છે
  • ભારતમાં દરરોજ ૬ હજારથી વધુ વ્યક્તિને ટીબી થાય છે 
  • ભારતમાં દરરોજ ૬૦૦ વ્યક્તિનું મૃત્યુ ટીબીને કારણે થાય છે (દર પાંચ મિનિટે ૨ વ્યક્તિ) 
  • ટીબી પુખ્ત વય (15-60 વર્ષ) ની વ્યક્તિમા થાય છે અને બીજા ચેપી રોગો કરતા ટીબીના કારણે પુખ્તવયની વ્યક્તિમા મ્રૃત્યુ વધારે થાય છે 
  • આર્થિક અને સામાજીક વિકાસને અસર થાય છે
  • ભારતમા આશરે 3 લાખ બાળકોને પોતાના માતા- પિતાની બીમારીને કારણે ભણતર છોડી દેવુ પડે છે 
  • ભારતમા આશરે 1 લાખ સ્ત્રીઓને તેમના કુટુંબ દ્વારા ત્યજી દેવામા આવે છે 
  • ટીબીને સમાજમા હજુ પણ લાંછનરૂપ માનવામા આવે છે
  • ટીબીના કારણે દર્દીની મનોસ્થિતિ ડામાડોળ થઈ જાય છે.

સંસાધનો / Resources:

Content Creator

Reviewer

Comments